
પ્રો. આનંદી પટેલ
Ph.D સુધીનો અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠમાં કર્યો છે. 1994 થી ગુજરાત વિદ્યાપીઠમાં સમાજકાર્ય વિભાગમાં અધ્યાપનનું કાર્ય કરી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ, દલિત અને આદિવાસી વિકાસ તથા સમાજકલ્યાણ અને વિકાસલક્ષી સંસ્થાઓના વહીવટ, કાઉન્સેલિંગ, માનવ વિકાસ અને વર્તન, ગાંધી વિચારધારા વગેરે વિષયો પર અધ્યાપન, સંશોધન લેખો, વ્યાખ્યાનો અને પરામર્શનના કાર્યો કર્યા છે. યુજીસીની યોજના – Capacity Building Of Women Manager In Higher Education માં વેસ્ટર્ન ઈન્ડિયા રિજીયનમાં કો -ઓરડીનેટર તથા ટ્રેનર તરીકે સ્થાન મેળવ્યું છે, અને કામગીરી કરી છે. એચ આઈ વી /એઇડ્સ ક્ષેત્રમાં કાઉન્સેલિંગ માટેના તાલીમ સેંટરની કામગીરી 2009 થી 2015(GFATM) સુધી સંભાળી છે. અમદાવાદ ચાઇલ્ડ હેલ્પલાઇનનામાં નિયામક તરીકે 2003 થી કામગીરી સંભાળી રહ્યા છે. બાળકો પર થતાં જાતિય શોષણને રોકવા માટે મોડ્યુલ બનાવી અમદાવાદ ના 1500 ઉપરાંત શિક્ષકોને તાલીમ આપી જેમના દ્વારા 75000 જેટલા બાળકોને જાગૃત કરવામાં આવ્યા છે. મહિલાઓના ક્ષેત્રમાં કાર્ય કરતી પ્રતિષ્ઠિત સંસ્થા જ્યોતિસંઘમાં 1981 થી 1984 સુધી ફેમિલી કાઉન્સેલર તરીકે કામાગીરી કરી છે. ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડમાં 1984 થી 1994 દરમ્યાન વોલંટરી એક્શન બ્યૂરો તથા ફેમિલી કાઉન્સેલિંગ યોજનાના અમલીકરણ માટેની કામગીરી તથા વેલ્ફેર ઓફિસર તરીકેની કામગીરી કરી છે. ઊંચનીચક્રમ, અત્યાચારો અને દલિતોની હિજરત તથા વ્યાવસાયિક સમાજકાર્યના આધાર સ્તંભો પુસ્તક ખૂબ વિદ્યાર્થી ભોગ્ય બન્યા છે. 2006 થી સમાજકાર્ય વિભાગમાં અધ્યક્ષા તરીકેની કામગીરી, મહિલા સેલના નોડલ ઓફિસર તરીકેની કામગીરી, છેલ્લા બે વર્ષથી મુખ્ય ગૃહમાતા તરીકેની કામગીરી ખૂબ રસ અને નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. સરકાર તથા સંસ્થાઓ સાથે રહીને સંશોધનો તથા મોટા પ્રમાણમાં તાલીમ કાર્યક્રમો કર્યા છે. Job Training in USA 1988 – Fulbright Scholarship – Youth Leader in Social Worker-Organised by Council Of International Programme માં સહભાગી બન્યા હતા.

પ્રો. ગીતા વ્યાસ
MSW ગુજરાત વિદ્યાપીઠથી, MA in Development Studies(Specialisation Women and Development) નેધરલેંડથી અને સ્ત્રીઓ અને આધ્યાત્મિકતા વિષય પર Ph.D ગુજરાત યુનિવર્સિટીથી કર્યું છે. 1983 થી ગુજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાં અધ્યાપિકા તરીકે કાર્ય કરી રહ્યા છે. નારિવાદ,સ્ત્રી અને બાળ કલ્યાણ, વ્યાવસાયિક સમાજકાર્યની વિચારધારા, સામુદાયિક સંગઠન પધ્ધતિ, સંશોધન, સામાજિક વૈયક્તિક કાર્ય પધ્ધતિ વગેરે વિષયો પર તેઓએ અધ્યાપન, સંશોધન, પરામર્શન અને લેખન કાર્ય કર્યું છે. તેઓના આંઠ પુસ્તકો ગુજરાતી ભાષામાં લખાયા છે, જેને પાયાના અને પ્રમાણભૂત તરીકે ઓળખ મળી છે. ગુજરાતનાં કાઉન્સેલિંગ સેન્ટર વિષે તેઓએ UGC અનુદાનિત એક મેજર રિસર્ચ પ્રોજેકટ સફળતાપૂર્વક પૂરો કર્યો છે. સમાજકાર્ય વિભાગમાં એક વર્ષ અધ્યક્ષા તરીકે તેમજ બે વર્ષ વિસ્તરણ કેન્દ્ર્ના કોઓર્ડિનેટર તરીકે અને પ્રૌઢ શિક્ષણ વર્ગોના વિભાગીય સંયોજક તરીકે કાર્ય કર્યું છે. પછાત જ્ઞાતીના બાળકોના શિક્ષણ માટે કાર્ય કરતી ઘણી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા લોકનિકેતનના સંચાલક તરીકે એક વર્ષ તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેમજ લોક્નિકેતન સામયિકના સંપાદક તરીકે, તથા વર્ષો સુધી ગ્રામીણ ક્ષેત્રે અનેક પ્રકારના પાયાના વિસ્તરણ કાર્યો કર્યા છે. વિકાસગૃહ, અમદાવાદ ખાતે ત્રણ મહિના ICDS કાર્યક્રમમાં ટ્રેનર તરીકે પણ કાર્ય કર્યું છે. કોઈ પણ સમસ્યા સાથે આધ્યાત્મિકતાને સાંકળી તેના પ્રકાશમાં તેનું વિશ્લેષણ અને દરમ્યાનગિરી એ તેમનું રસનું સંશોધન કાર્ય રહ્યું છે.

શ્રી બંકિમચંદ્ર એસ. વસૈયા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સમાજકાર્ય વિભાગથી સમાજકાર્ય અનુસ્નાતકનો અભ્યાસ વર્ષ 1992-93માં પૂરો કરી, બી.જે. મેડીકલ કોલેજ, અમદાવાદના પ્રિવેન્ટીવ કોમ્યુનીટી મેડીસીન વિભાગમાં મેડીકલ સોશ્યલ વર્કર તરીકે કાર્યની શરૂઆત કરી હતી.. મેડીકલ કોલેજના તબીબી શિક્ષણ યુ.જી. અને પી.જી. (સ્નાતક અને અનુસ્નાતક) વિદ્યાર્થીઓની સાથે શૈક્ષણિક અને ક્ષેત્રીય શિક્ષણની કામગીરી રહી હતી.વર્ષ-1997થી માતૃ સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે અધ્યાપનનું કાર્ય કરી રહ્યા છે. અધ્યાપનમાં તજ્જ્ઞતા અને રસના વિષયોમાં સામાજિક વૈયક્તિક સેવાકાર્ય પદ્ધતિ, સમાજકાર્યના ક્ષેત્રો, આરોગ્ય, સામુદાયિક આરોગ્ય, તબીબી સમાજકાર્ય, મનોચિકીત્સકીય સમાજકાર્ય અને માનસિક આરોગ્ય, આરોગ્યનું સમાજશાસ્ત્ર, ભિન્ન યોગ્યતા ધરાવતા વ્યક્તિઓ સાથેનું સમાજકાર્ય, ગ્રામ વ્યવસ્થાપન અને ગ્રામોચિત્ત ટેક્નોલોજી, ભારતીય ગ્રામીણ સમાજ વ્યવસ્થા, જીવન અને સમસ્યાઓ, સમાજશાસ્ત્ર, વસ્તીશાસ્ત્ર, આદિવાસી સમુદાય અને આદિવાસી સમુદાયની સામાજિક વ્યવસ્થા, સંસ્કૃતિ અને સમસ્યાઓ, પ્રાકૃતિક વ્યવસ્થાપન અને પર્યાવરણ વગેરે વિષયોનું અધ્યાપન, વ્યાખ્યાનો, સંશોધન, લેખનકાર્ય વગેરે કાર્યો કર્યા છે.
શૈક્ષણિક કામગીરીમાં સંશોધન અને ક્ષેત્રકાર્ય માર્ગદર્શક તરીકે કાર્ય કર્યું છે. સમાજકાર્ય વ્યવહારોમાં જ્ઞાન, કૌશલ્યો અને મૂલ્યોના સુચારુ વિકાસ અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. શૈક્ષણિક પ્રવાસો, શિબિરોનું આયોજન, સંકલન અને સંચાલન સુચારુ રૂપથી કુશળતાપૂર્વક કર્યું છે. વિભાગના સમાજકાર્ય ગ્રામ વિસ્તરણ કેન્દ્ર, થલતેજના ઈન્ચાર્જ અધ્યાપક તરીકે વીસ વર્ષ જેટલા સમય સુધી જવાબદારી વહન કરતાં સામાજિક કાર્યના સંદર્ભમાં નાવીન્ય રુપ અને સફળ પ્રયોગોમાં સમુદાયનું સંકલન અને સ્થાનીય સહભાગીદારીથી સામાજિક પ્રવૃત્તિઓને વિકસાવી હતી. ગુજરાત રાજ્ય કોલેજ અને યુનિવર્સિટી આદિવાસી અધ્યાપક એશોસીએશનમાં સક્રિય રહીને સતત ત્રણ ટર્મ એશોસીએશનના ઉપપ્રમુખ પદે રહેતા એશોસીએશનને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વધુ પ્રભાવશાળી બનાવવાની દિશામાં નક્કર પ્રયાસો કર્યા અને મહત્વની ભૂમિકા જવાબાદારી નિભાવી છે. ગૂજરાત વિદ્યાપીઠ સેવક સહકારી ધિરાણ મંડળીના પ્રમુખ તરીકે સળંગ ત્રણ ટર્મ રહીને સુચારું વહીવટી કાર્ય કર્યું છે. બી. જે. મેડીકલ કોલેજની એથીકલ કમિટિના સભ્ય છે. ગૂજરાત વિદ્યાપીઠ વિદ્યાસભાના સભ્ય તરીકે વર્ષ-2016થી છે અને ગુજરાત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમાં સમાજકાર્યના બાહ્ય પરીક્ષક, તજ્જ્ઞ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે કાર્યરત સમૂહના નાના-મોટા સામાજિક સંગઠનોથી જોડાણ અને પરામર્શનનું કાર્ય પણ કરી રહ્યા છે.

ડૉ. દામિની શાહ
રાજ્યશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા પછી M.S.W., M. Phil., અને PhD સુધીનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાંથી જ કર્યો છે. MSW થયા પછી છ વર્ષ અંધ કલ્યાણ કેન્દ્ર, અમદાવાદમાં સોશિયલ કેસ વર્કર તરીકે કામ કર્યું. ત્યારબાદ મુલાકાતી અધ્યાપક તરીકે આ વિભાગમાં જ સાતેક વર્ષ કામ કર્યું. જાન્યુઆરી 2005 થી મદદનીશ પ્રાધ્યાપક તરીકે સમાજકાર્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનનું કાર્ય કરી રહ્યા છે. સામાજિક જૂથ કાર્ય, સંકલિત અભિગમ અને પ્રત્યાયન, અપરાધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવ અધિકાર, બાળ અધિકાર(CBCS), જેવા વિષયો તેઓ ભણાવે છે.
તેમના PhDના મહાનિબંધને ICSSR-દિલ્હી તરફથી ઍવોર્ડરૂપે પુસ્તક છાપવા માટે આર્થિક મદદ મળી હતી. જે પુસ્તકરૂપે ‘મુસ્લિમ ઘેટ્ટોઆઝેશન: એક કરુણાંતિકા’ (ગુજરાતના 2002ના રમખાણો સંદર્ભે) નામથી ગૂર્જર ગ્રંથરત્ન દ્વારા 2015માં પ્રકાશિત થયું છે. આ પુસ્તકને ઇતિહાસ અને સંશોધનમાં વર્ષ 2011-15 માટે નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદ ચંદ્રક એનાયત થયો છે. ‘સમાજ કાર્યમાં પ્રત્યાયન’ એ તેમનું બીજું પુસ્તક છે. તેમણે લેખો અને સંશોધન લેખો પણ લખ્યા છે. એચ.આઈ.વી./એઇડ્સના કાઉન્સેલર્સ માટેની કાઉન્સેલિંગ કમ્પોનન્ટ અંગે તેમજ બાળ અધિકારો અંગેની TISS-મુંબઈમાંથી માસ્ટર ટ્રેનર (T.O.T.) તરીકે તાલીમ લીધા પછી તેમણે વિષય નિષ્ણાંત તરીકે અનેકવાર સેવા આપી છે. સામાજિક સેવાનું કામ કરતી વિવિધ સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. મહિલાઓ,બાળકો અને માનવ અધિકાર તેમના રસના વિષયો છે.

ડો. મનોજ પરમાર
ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાં 2006 થી અધ્યાપક તરીકે કાર્યરત છે. ગૂજરાત વિદ્યાપીઠ માંથી MSW/MPhil/PhD થયા છે. ગ્રામવિકાસ, સમાજકાર્ય સંશોધન, માનવ સંસાધન અને શ્રમિક કલ્યાણ, આદિવાસી સમુદાય વિકાસ, યુવાનો સાથે સમાજકાર્ય અને જીવન કૌશલ્ય વિકાસ વગેરે વિષયોનું અધ્યયન અને અધ્યાપન અને સંશોધનકાર્ય કરાવે છે. ગાંધીવિચાર, માનવઅધિકાર, શાંતિ, પરામર્શન, સમૂહજીવન અને યુવાવિકાસ અને વૈયક્તિક અને વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ એ રસના ક્ષેત્રો રહયા છે. વર્ષ 2009 થી 2014 સુધી HIV/AIDS કાઉન્સેલિંગ માસ્ટર ટ્રેનર તરીકે કાર્ય કર્યું હતું.
વર્ષ 1994 થી 2006 સુધી લોકભારતી ગ્રામવિદ્યાપીઠના ગ્રામવિદ્યા અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. તેમના PhD સંશોધનકાર્ય “શિપબ્રેકિંગ યાર્ડ-અલંગની ગ્રામીણ સમાજ ઉપર થયેલી અસર” ને ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશન વિભાગ દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેઓએ ગ્રામ સમુદાય, દલિત, આદિવાસી સમુદાય, શ્રમિકો, બાળકો, યુવાનો ઉપર અનેક શોધપત્રો વિવિધ સ્તરના પરિસંવાદોમાં રજૂ કર્યા છે અને જર્નલમાં પ્રકાશિત થયા છે. યુવાવિકાસની પ્રવૃત્તિઓના સંદર્ભમાં દર ઉનાળુ વેકેશનમાં “ગાંધી અને શાંતિ” વિષયવસ્તુ આધારિત યુવાશિબિરોનું આયોજન કરીને ગુજરાત ભરના યુવાનોને ગાંધી શાંતિના માર્ગે લઈ જવાનો અનૌપચારિક શિક્ષણનો કાર્યક્રમ ચલાવે છે.

ડો. બાદર કુરેશી
સ્નાતક તથા અનુસ્નાતક (MSW)નો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે પૂર્ણ કરેલ છે. – શરુઆતમાં આરોગ્ય ક્ષેત્રે સમાજ કાર્યમાં વિશેષ રસ હોઈ ૧૨ વર્ષ આરોગ્ય ક્ષેત્રે કામ કરેલ (જેમાં – સેવા રુરલ ઝઘડીયા ખાતે સવા બે વર્ષ ટ્રેનિંગ અોરગેનાઇઝર, ભણસાલી ટ્રસ્ટ રાધનપુર માં ૯ વર્ષ MCH પ઼ોગ઼ામ અોફિસર, Inter National Company A.K.H.S.I.માં ૧ વર્ષ પ઼ોગ઼ામ મેનેજર તરીકે સેવા બજાવેલ ) – છેલ્લા ૧૭ વર્ષ (અોગ.૨૦૦૩)થી અદ્યાપન કાર્ય સાથે સંકળાયેલ (જેમાં-શરુઆતના ૭ વર્ષ શ્રી કેળવણી મંડળ સમાજ કાર્ય મહાવિદ્યાલય ઢસા, જુલાઈ ૨૦૧૦થી દોઢ વર્ષ MSW કોલેજ ભેટાલી ખાતે ઇ.આચાર્ય કમ અદ્યાપક, ફેબ્રુઆરી ૨૦૧૨થી ગૂજરાત વિદ્યાપીઠ રાંધેજા ખાતે સમાજ કાર્યના અદ્યાપક તરીકે હાલમાં કાર્યરત છે ) – સ્થાનિક,રાજય તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સંમેલનો, કાર્યશાળાઅો તથા ચર્ચા સત્રોમાં ભાગ લઇ, સંશોધન પત્રો રજુ કર્યા છે, ઉપરાંત રાષ્ટ્રીય સ્તરના (ISSN) સામાયિકોમાં ૧૭ સંશોધન લેખો પ઼કાશિત થયા છે.

ડો. વિપિન મકવાણા
વિપિન મકવાણા પ્રાથમિકથી લઈ Ph.D સુધીનું શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં. હાલ સમાજ્કાર્ય (મનોચિકિત્સા) વિભાગ માં મદદનીશ અધ્યાપક તરીકે કાર્યરત. – રાજ્યની વર્તમાન સ્થિતિ ને ધ્યાનમાં રાખીને “સેઝ મા જમીન સંપાદન થયેલા ખેડુતોના જીવનની સ્થિતિ અને સમસ્યાઓ ‘ વિષય ઉપર પ્રો.આનંદી બેન પટેલ ના માર્ગદર્શન ph.d કર્યુ. – ગ્રામવિકાસ અને પર્યાવરણ રસના મુખ્ય વિષયો. – દસ વર્ષ પર્યાવરણ મિત્ર (જન વિકાસ)અમદાવાદ ખાતે લોક- જાગૃતિ,શિક્ષણ, સંશોધન, અને લોક્પેરવીનું કામ. આ ઉપરાંત, સાડા સાત વર્ષ પી.જી સેન્ટર ઓફ સોશ્યલ વર્ક, જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય,ગઢડા (સ્વામી)ખાતે અધ્યાપન અને કો-ઓર્ડીનેશન ની કામગીરી -સાડાચાર વર્ષ ગ્રામસેવા કેન્દ્ર, દેથલી માં સયોજક તરીકેની કામગીરી. – 50 જેટલા લેખો અને ચર્ચા પત્રો ગુજરાતના વિવિધ અખબારો અને સામયિકોમાં પ્રસિદ્ધ થયેલ છે. 45 જેટલા વાર્તાલાપ આકાશવાણી ના “પ્રકૃતિ કાર્યક્રમ” અંતર્ગત આપેલ છે. -પંચાયતની પર્યાવરણ પોથી -નામના પુસ્તકનું પ્રકાશન-આ ઉપરાંત, સમાજકાર્યની સગીતપોથી અને શિબિરની સંગીત પોથી નામના બે પુસ્તકોનું સહ -સંપાદન, ડૉ બાબા સાહેબ આંબેડકર ઓપન,અમદાવાદમાં સમાજ્કાર્યના વિવિધ વિષયો ઉપર 17 જેટલા વિડિયો લેક્ચર.. રાજય અને રાસ્ટ્રીય સ્તરના સેમીનાર માં હાજરી આપી 10 જેટલાં પેપર પ્રેઝન્ટ કરેલ છે જે પૈકીના 05 પેપર જુદા-જુદા સામયિક મા પ્રકાશિત થયેલ છે. ગુજરાતની જુદી-જુદી સંસ્થાઓ,શાળા-કોલેજો અને શિબિર અને કાર્ય-શાળાઓમાં 63 જેટલા વ્યાખ્યાનો આપેલ છે.

ડૉ. ઈશાની પટેલ
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં સમાજકાર્ય અનુસ્નાતકની પદવી વર્ષ 2006માં પ્રાપ્ત કરી અને સમાજકાર્ય વિષયમાં MPhil તેમજ PhDની પદવી ગુજરાત વિદ્યાપીઠ માંથી પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૧૪માં સમાજકાર્ય વિષયમાં NET પાસ કરી છે. વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન શ્રી સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સમોડા ખાતે Assistant Professor તેમજ ઇન્ચાર્જ પ્રીન્સીપાલ તરીકેની ફરજ બજાવી છે. ૨૦૧૨થી ૨૦૧3 સુધી અમદાવાદ મ્યુનીસીપાલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનીટી ડેવેલપમેન્ટ વિભાગમાં Assistant Community Organizer તરીકેની કામગીરી કરી છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ ના સમાજકાર્ય વિભાગમાં Teaching Assistant તરીકેની કામગીરી કરી છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની જર્નલમાં સંશોધન લેખો પ્રકાશિત કર્યા છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાના પરીસંવાદોમાં સહભાગી થયા છે. સુરત ખાતે આવેલ Center for Social Studiesમાં ‘Capacity Building in social Science Research’ની 10 દિવસની તાલીમ પ્રાપ્ત કરી છે. 8 માસ People’s Health and Development Trustમાં Dai Training Programમાં Resource Person તરીકે કામગીરી કરી છે. વર્ષ ૨૦૧૮થી ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાં ચાલતા Master in Psychiatric Social Workના Courseમાં Assistant Professor તરીકે કાર્યરત છે.

ડો. અશોક પટેલ
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમા MSW, M.phil અને P.hD સુધીનો અભ્યાસ કર્યો છે. કાઉન્સેલર તરીકે 16/12/1987 થી 30/4/1989 સુધી કામગીરી કરીને તા: 1/5/1989 થી ગૂજરાત વિદ્યાપીઠના રાજ્ય પ્રૌઢ શિક્ષણ સંસાધન કેન્દ્ર, અમદાવાદમાં પ્રોગ્રામ એસોસિએટ તરીકે જોડાયા. જેમાં, તાલીમ, સંશોધન, સાહિત્ય નિર્માણ અને જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ગાંધીનગર જિલ્લામાં સર્વોદય યોજનાના ઉપસંચાલક તરીકેની જવાબદારી અદા કરી. રાંધેજા, સાદરા અને અમદવાદ કેન્દ્રોમાં વિસ્તરણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપ્યું. તા: 18/10/2013 થી સમાજકાર્ય વિભાગમાં કાર્યરત છું. સમાજકાર્ય વિભાગ સંચાલિત સમાજકાર્ય વિસ્તરણ કેન્દ્ર, ગોતામાં કેન્દ્ર સંયોજક તરીકે તેમજ સમાજકાર્ય વિભાગમાં વિભાગીય પ્રવૃત્તિઓ સાથેની કામગીરી ખૂબજ રસ અને નિષ્ઠાપૂર્વક અદા કરવામાં આવી રહી છે.