સમાજકાર્યનો અભ્યાસક્રમ 

સમાજકાર્ય અનુસ્નાતકનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તે અંગે આ વિભાગના વિચારો હમેશા ગાંધી વિચારના કેન્દ્રમાં રહ્યા છે. વિભાગની શરૂઆત થઈ ત્યારે વિદ્યાપીઠના તમામ  વિષયોનાં  કેન્દ્રમાં સમાજની સેવાનો જ ખ્યાલ હતો, તેથી જ્યારે 1970 માં સમાજકાર્યનો  આભયાસક્રમ શરૂ થયો ત્યારે એ ચર્ચા રહી હતી કે વ્યાવસાયિક સમાજકાર્ય શીખવીએ તો પણ  ગાંધી વિચારધારાનો સંપૂર્ણ ઓપ વિદ્યાર્થીઓને આપવો. તે મુજબ જોઈએતો શરૂઆતના અભ્યાસક્રમથી લઈ આજ સુધી સમાજને ઓળખવાની અને સમસ્યાને સમજીને કામ કરવાની પધ્ધતિ વધુ લોકકેંદ્રિત છે, વિદ્યાર્થી સૌથી છેલ્લા વ્યક્તિ, જુથ સુધી પહોચવાનો પ્રયત્ન કરે, તેને માટે સંવેદનશીલ બને તે રીતે વ્યાવસાયિક સમાજકાર્યની  વિચારધારા સાથે ગાંધી વિચારધારા શીખવાય છે, અહિંસક સામાજિક ક્રિયા પધ્ધતિ વર્ગમાં શીખવાય છે એટલું જ નહીં લોકોના આંદોલનોમાં વિદ્યાર્થીઓને જોડીને તેના અનુભવ કરાવાય છે. HEAD, HAND, HEART ની ગાંધીજીની પધ્ધતિ મુજબ શિક્ષણ નહીં પણ કેળવણીને મહત્વ અપાય છે.

તેમ છતાં વિદ્યાપીઠની આગવી ઓળખ જાળવીને, UGC ના વખતો વખતના અભ્યાસક્રમ માટેના સૂચનો, મોડેલ કરીક્યુલમને અને બદલાતા સમાજ અને તેની માંગ મુજબ અભ્યાસક્રમને બદલતા રહ્યા છીએ. આ અભ્યાસક્રમ ઉચ્ચ યુનિવર્સિટીઓની તુલનામાં તેની લગોલગ છે એટલું નહીં તેની વિશેષતા ધરાવે છે, જે આપણા દેશને અનુરૂપ છે.

M.Phil અને P.hd નો કોર્સવર્કનો અભ્યાસક્રમ પણ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા પાસ કરવા માટે નહીં પણ સંશોધન માટે થીયરીનો પૂરો આધાર મળે તેવો અભ્યાસક્રમ છે અને તે રીતે શીખવાય છે.

CBCS મુજબ અભ્યાસક્રમમ ઘડવામાં આવ્યો છે. જેમાં LEARNING OUTCOME નક્કી કર્યા છે. મોડ્યુલ પ્રમાણે સમગ્ર પાઠ્યક્રમને કેવી રીતે શીખવવામાં આવશે તે પધ્ધતિ અને મૂલ્યાંકન પધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. વૈકલ્પિક વિષયો, ક્ષેત્રકાર્ય, કેન્દ્ર્નિવાસ, શિબિર, પ્રવાસ, નિબંધ તમામના હેતુઓ, મૂલ્યાંકન, તેની ક્રેડિટ વગેરે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે.