પ્રવેશ પ્રક્રિયા 

MSW

વિદ્યાપીઠનો ઉદ્દેશ ગામડાઓના, અંતરિયાળ વિદ્યાર્થીઓને ભણવાની તક મળે તે છે. સમાજકાર્યના પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો રહે છે, કારણ કે સમાજકાર્યનું શિક્ષણ મેળવ્યા પછી નોકરી મળી જાય છે. તે દ્રષ્ટિએ મોટાભાગના વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ સમાજકાર્યમાં રસરૂચિ, યોગ્ય વલણો અને અભિમુખતા હોય તેઓ જ શિક્ષણ મેળવીને સારા સમાજકાર્યકર બની શકે છે. તેથી પ્રવેશ માટે લેખિત પરીક્ષા, જુથ ચર્ચા અને વ્યક્તિગત મુલાકાતને આધારે મેરીટ બનાવી અનામત સીટને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવે છે. MSW – 52 અને MSW (PSYCHIATRY) – 22 સીટ છે 

M.Phil., Ph.D.

M.Phil., Ph.D. માં જાહેર કરેલી બેઠકો માટે વિદ્યાપીઠના પરીક્ષા વિભાગ દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જેને આધારે મેરીટ યાદી મુજબ પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ સંશોધન દરખાસ્ત રજૂ કરવાની હોય છે, તેને આધારે માર્ગદર્શકની ફાળવણી થાય છે. પ્રથમ સત્રમાં કોર્સવર્કની પરીક્ષા પાસ કરવાની હોય છે અને સંશોધન દરખાસ્ત રજૂ કરીને RAC ની મંજૂરી મેળવવી જરૂરી હોય છે. M.Phil., Ph.D. અંગેના અધિનિયમને વિદ્યાર્થીઓએ અનુસરવાનું હોય છે.