ગૂજરાત વિદ્યાપીઠ સમાજકાર્ય સંગઠન 

સમાજ્રકાર્ય વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થપાયેલ ગૂજરાત વિદ્યાપીઠ સામાજકાર્યકર સંગઠનની સ્થાપના માટેના પ્રયાસો 1975થી જ શરૂ કરવામાં આવેલા, તે વખતે સંગઠનનું માળખું, કારોબારી સમિતિની રચના વગેરે થયેલ, પરંતું તેના રજિસ્ટ્રેશનની કાર્યવાહી થઇ શકી નહોતી.

પરંતું વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિભાગમાં જ અધ્યાપન કાર્ય કરતા સંગઠનના સ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઇ પંડયાના પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શનથી 1988માં સંગઠનના રજિસ્ટ્રેશન માટેના પ્રયાસો હાથ ધરવમાં આવ્યા અને સંગઠનની પબ્લિક ટૃસ્ટ એક્ટ 1952 અંતર્ગત F/1461-88 અને સોસાયટિઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત ગુ.1548-88 નંબરો હેઠળ નોંધણી થઇ.

સંગઠન સ્થાપવા પાછળનો ઉદ્દેશ વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંપર્ક બાનાવી રાખવો, તેમના અનુભવો, આવડત અને ઓળખાણોનો ઉપયોગ નવા આવનારા મિત્રોના કામમાં આવે, વિશેષ કરીને તેમની રોજગારીની બાબતોમાં ઉપયોગી થવાય, સરકારી તંત્ર અને સરકારી વિભાગો ભરતી અંગે વ્યાવસાયિક સમાજકાર્ય તરફ તેમનો ઝોક વધારે તે માટે પ્રયત્નો કરવાનો હતો.

1975-76 થી લઇને 2018-2019 સુધી સરકારમાં સંબંધિત મંત્રીઓની સામે અસરકારક રજૂઆતો દ્વારા વ્યવસાયિક સમાજકાર્યકરોનાં (વિશેષ કરીને વિભાગના વિધાર્થીઓના) હિતોના રક્ષણ માટે સમયાંતરે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે અસરકારક રજૂઆતો કરી છે તેમજ કોર્ટોનો સહારો પણ લીધો છે.

જૂદા જૂદા સરકારી વિભગોમાં કાર્યરત વ્યવસાયિક સમાજ કાર્યકરો, ખાસ કરીને મેડિકલ સોશિયલ વર્કર્સના વેતનમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા 7મા વેતન આયોગ સમક્ષ રજૂઆત કરાવામાં આવી.

વિભાગાના પૂર્વ અધ્યક્ષ આદરણીય સ્વ. ડૉ. પરમેશ્વરી દયાલ સાહેબની પહેલ અને પ્રેરણાથી ગૂજરાત વિદ્યાપીઠમાં  અભ્યાસ કરતાં આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતાં છાત્રોને આર્થિક રીતે સહાય થવાના પ્રયાસો 2014થી શરૂ કર્યા. તેના ભાગ રૂપે વિભાગમાં પ્રથમ અને બીજા વર્ષમાં અભ્યાસ કરતાં છાત્રો પૈકી 2 યોગ્ય છાત્રોને રૂપિયા 50000/- (પચાસ હજાર પૂરા) ડૉ.દયાલ શિષ્યવૃત્તિ’ આપવાનો પ્રારંભ કર્યો.

વિભાગમાં બીજા વર્ષમાં ‘સામાજિક સંશોધન’ વિષયમાં જે વિદ્યાર્થી પ્રથમ આવે તેને પદવીદાન સમારંભ વખતે ‘ડૉ. દયાલ તામ્ર ચંદ્રક’ એનાયત કરવાની પ્રથા શરૂ કરી.