કસ્તુરબા આહારગૃહ (કેન્ટીન)
વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમા બે સમય ભોજનની વ્યવસ્થા છે, પરંતુ તેઓ પોતાના મિત્રો સાથે ગપસપ કરે, વર્તમાન ઘટનાઓ વિષે ચર્ચાઓ કરે, ચા નાસ્તો કરે, પોતાની ખુશીઓ મનાવી શકે, પોતાના વિચારોને વહેચી શકે, પોતાના અધ્યાપકો સાથે મુક્ત રીત વર્ગ ખંડની બહાર ભાર વિનાની વાતો અને હસી મજાક કરી શકે, પોતાના વાલીઓ આવે ત્યારે એમની સાથે નિરાંતે વાતો કરવાનું સ્થળ એટલે કસ્તુરબા આહારગૃહ. જેની વિશેષતા એ છે કે વિદ્યાપીઠના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તે ચલાવવામાં આવે છે. જ્યાં શુધ્ધ અને સાત્વિક આહાર અને સિઝનમાં ફળોના રસ વિદ્યાર્થીઓને ખૂબ જ કિફાયતી કિમતે મળે છે. વિદ્યાપીઠમાં આયોજિત થતાં તમામ કાર્યક્રમોની ભોજન અને ચા નાસ્તાની વ્યવસ્થા અહીથી જ થાય છે. એક બાજુ વિશાળ રમણીય બગીચો છે ,જયો મોર કળા કરતાં હોય અને અનેક પક્ષીઓના કલરવ સાંભળવા મળે, આહરગૃહ પણ ખૂબ જ કુદરતી પર્યાવરણ ધરાવે છે.