સમાજકાર્ય વિભાગ

સમાજકાર્ય વિભાગ એ ગૂજરાત વિદ્યાપીઠના વ્યાવસાયિક વિદ્યા શાખાનો એક વિભાગ છે , શરૂઆતથી મહાદેવ દેસાઇ સમાજસેવા મહાવિદ્યાલયનો એક વિભાગ હતો. જે મહાદેવ દેસાઇ સમાજસેવા સંકુલના બીજા માળે આવેલ છે. હાલમાં વિભાગમાં MSW, MSW(Psychiatry), M.Phil, Ph.D ના અભ્યાસક્રમો ચાલે છે.સમાજકાર્યનો વિદ્યાપીઠમાથી અભ્યાસ કરવો એ ગૂજરાતમાં વિદ્યાર્થીઓ માટેનું એક સ્વપનું હોય છે, ખાસ ગાંધી વિચાર અને જીવન ઘડતરમાં રસ છે તેવા વાલીઓ પોતાના સંતાનોને અહી ભણવા મૂકવા પ્રેરાય છે. સમાજના નબળા અને પછાત વર્ગો તથા છોકરીઓ પ્રવેશ માટે વધુ આવે છે. સંસ્થા UGC અનુદાનિત છે. સમાજકાર્ય વિભાગમાં ચાર વર્ગ ખંડ છે, જે પરંપરાગત બેઠક વ્યવસ્થા સાથે ICT ની સુવિધા  ધરાવે છે, મોટા ભાગના અધ્યાપકો વર્ગ ખંડ માં ICT નો ઉપયોગ કરે છે . એક તાલીમ ખંડ છે, એક સેમિનાર/સભા ખંડ છે, દરેક અધ્યાપકો માટે કમપ્યુટર અને તમામ વ્યવસ્થાઓ સાથે  અલાયદી રૂમ છે. વિદ્યાર્થીઓ માટે ક્મપ્યુટર લેબ છે. ગૂજરાત વિદ્યાપીઠની વિશાળ લાઈબ્રેરી છે, વિભાગની પોતાની પણ એક લાઈબ્રેરી છે, જેમાં વિષયને લગતા પુસ્તકો અને સામાયિકો છે.

વિભાગમાં ખૂબ અનુભવી, ઉત્સાહી અને હમેશા વિદ્યાર્થી કેન્દ્રી એવા બે પ્રોફેસર અને ચાર આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

વિભાગમાં અનેક પ્રોજેકટ અત્યાર સુધીમાં ચાલ્યા છે, હાલમાં ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગની સહાય અને ચાઇલ્ડ લાઇન ઈન્ડિયા ફાઉન્ડેશનની દેખરેખ હેઠળ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 નો પ્રોજેકટ ચાલે છે.

સમાજકાર્ય વિભાગના બે વિસ્તરણ કેન્દ્રો ગોતા અને થલતેજ ખાતે આવેલા છે, જે એક સમયે ગામ હતા, આજે અમદાવાદ શહેરમાં આવી ગયા છે. જ્યાં વિસ્તારણની પ્રવૃત્તિઓ ચાલે છે.