આરોગ્ય કેન્દ્ર 

વિદ્યાપીઠના પરિસરમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. નવા વિદ્યાર્થીઓના પ્રવેશ થાય ત્યારે દરેક વિદ્યાર્થીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં તમનું  શારીરિક  ચેક અપ થાય છે અને માનસિક સ્ટેટ્સ પણ જાણવામાં આવે છે, જ્યાં જરૂર લાગે ત્યાં વિદ્યાર્થીઓ સાથે ડોક્ટર સલાહ સૂચન અને સારવાર કરે છે. દરેક વિદ્યાર્થીને તેના  હેલ્થ સ્ટેટ્સનો રિપોર્ટ આપવામાં આવે છે. ડો. સુરભિબહેન વિદ્યાર્થીઓના છાત્રાલયમાં જઈને આરોગ્ય અંગે શું કાળજી લેવી જોઈએ, ખોરાક કેવો લેવો જોઈએ વગેરે વિષે અવારનવાર સમજ આપે છે.

કાઉન્સેલિંગ સેન્ટર

શારીરિક બીમારીની સાથે સાથે માનસિક બીમારી/મૂંઝવણોની સારવાર પણ ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં એક દિવસ માટે જે વિદ્યાર્થીઓને માનસિક પ્રશ્નો છે તેઓની સાથે અનુભવી તજજ્ઞ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે . વિદ્યાર્થીઓને તેનાથી ખૂબ લાભ મળે છે.