મહિલા સેલ

યુજીસીની ગાઈડલાઇન મુજબ કામના સ્થળે મહિલાઓનું થતું જાતિય શોષણ રોકવા તથા તે અંગેની ફરિયાદો માટેનું તંત્ર ગોઠવવું અને જાતિય શોષણનો ભોગ બનનારને ન્યાય અને રક્ષણ મળે તે માટે કામગીરી કરવા માટે ગગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક પરિસરમાં મહિલા સેલની રચના કરવામાં આવી છે. અમદાવાદ, રાંધેજા અને સાદરા પરિસર માટે આંતરિક ફરિયાદ નિવારણ કમિટીની રચના કરી છે. જેની નિયમિત મિટિંગો થાય છે, વિદ્યાર્થીઓ અને સેવકોમાં આ સેલની કામગીરી, કાયદો તથા મહિલા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. અહી મહિલા સેલનું બંધારણ અને સેલના સભ્યોની વિગતો મૂકવામાં આવી છે. સમાજકાર્યના પ્રોફેસર આ કામગીરી સંભાળે છે.

વિવિધ પ્રવ્રત્તિના ફોટોગ્રાફ્સ