સમાજકાર્ય વિભાગ દ્વારા વર્ષ દરમ્યાન જે પ્રવૃત્તિઓ થઈ હોય છે, તેનો વાર્ષિક અહેવાલ બનાવવામાં આવે છે. સમાજકાર્યમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ, વર્ગ શિક્ષણ, અધ્યાપકો દ્વારા શીખવવામાં આવતા વિષયો, ક્ષેત્રકાર્ય, સંશોધન, વિસ્તરણ કાર્યો, વિદ્યાર્થીઓની સહભાગી પ્રવૃત્તિઓ, તેમની સિધ્ધિઓ, વિશેષ કાર્યક્રમો, વિભાગ દ્વારા યોજેલા કાર્યક્રમો, પ્રોજેક્ટ્સ, અધ્યાપકોના વ્યાખ્યાનો, તેમના દ્વારા લખાયેલા/છપાયેલા લેખો, પ્રકાશિત થયેલા પુસતકો, સમાજકાર્ય વિભાગના વિસ્તરણ કેન્દ્રોમાં થયેલ પ્રવૃત્તિઓ, વિભાગ દ્વારા થયેલા વિવિધ સંસ્થાઓ/કોર્પોરેટ સાથેના MOU જેવી તમામ વિગતો અહી રજૂ થાય છે. જેમને ગુજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગ વિષે જાણવામાં રસ હશે તેમને આ અહેવાલ ઉપયોગી થશે.

વર્ષ દરમ્યાન કરેલા કાર્યોને ભેગા કરીને રજૂ કરવા તે ઉપર જણાવ્યું તેમ વાચકના રસ ઉપરાંત અમારા પોતાના માટે પણ અહેવાલ બનાવવો જરૂરી છે, જેથી અમે સૌએ શું કાર્યો કર્યા, શું પ્રગતિ કરી, શું કરવાનું હજુ બાકી છી તેની ખબર પડે છે. શિક્ષણ, વિસ્તરણ અને સંશોધનના અમારા કાર્યો માટે આ અહેવાલ અમારું દર્પણ બને છે.