વિભાગ દ્વારા કરવામાં આવેલ સંશોધન

સમાજકાર્ય વિભાગ પાસે સરકારી વિભાગ કે સંસ્થાઓની અપેક્ષા હોય છે કે તેમના વિવિધ પ્રોગ્રામ/યોજનાઓનું મૂલ્યાંકન થર્ડ પાર્ટી તરીકે કરવામાં મદદ કરવામાં આવે. આવા સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે છે, જેથી સરકારી વિભાગો કે સમાજની તેમની જરૂરિયાતમાં શૈક્ષણિક સંસ્થા તરીકે પ્રદાન કરવામાં આવે, તેની સાથે સાથે આવા પ્રકારના સંશોધનોથી મળતા ક્ષેત્રિય અનુભવો અને જ્ઞાન સમાજકાર્યના શિક્ષણમાં ઉપયોગી બને છે. તેથી સમય સમય પર આવા સંશોધનો વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.