શૈક્ષણિક પ્રવાસ 

સત્ર ચારમાં દસ દિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવે છે . આ પ્રવાસ ગુજરાત, રાજસ્થાન મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવે છે. શૈક્ષણિક પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓ જુદા જુદા મુદ્દાઓ ઉપર કાર્ય કરતી સંસ્થાઓનો પરિચય મેળવે, ભૌગોલિક પ્રદેશનો પરિચય મેળવે તે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ સમૂહમાં જવાબદારીઓ ઉઠાવતા શીખે છે. સમગ્ર આયોજન વિદ્યાર્થીઓ અધ્યાપકો સાથે રહીને કરે છે. દશ દિવસના પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓ શક્ય  હોય ત્યાં સંસ્થાના કેમ્પસમાં રહે છે તેથી તેના કાર્યકરો, તેનો સમુદાય વગેરેથી પણ અવગત થાય છે. સંસ્થાના ફિલ્ડ એરિયામાં જઈને કામગીરી પ્રત્યક્ષ રીતે નિહાળે છે. પ્રવાસ દરમ્યાન જોવા લાયક સ્થળોની મુલાકાત લેવામાં આવે છે, વિદ્યાર્થીઓ પ્રવાસને ભરપૂર માણે છે.