સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓ બન્યા કોરોના વોરિયર્સ

આખું વિશ્વ કોરાના વાયરસથી પ્રભાવિત છે, ત્યારે ભારતમાં કેટલાક વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાતની સ્થિતિ વધુ ચિંતાજનક છે. રાજ્ય તંત્ર, ડોક્ટરો. પેરામેડિકલ સ્ટાફ હોસ્પીટલમાં દિલદઈને ખરેખર પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરી રહ્યા છે. અમદાવાદ જેવા શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસની સંખ્યા વધતી જાય છે. આ સ્થિતિમાં જ્યારે તમામ લોકો કોરોનાના ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે ત્યારે સમાજકાર્યકર તરીકે એમ થાય કે આપણી ભૂમિકા શું? વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને તો એક હાકલની જ જરૂર હોય. માનસિક સ્વાસ્થયના ડો અજયભાઇ ચૌહાણે જણાવ્યુ કે અમદાવાદમા યુ.એન મહેતા, કિડની અને જીસીઆરઆઈ અને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓ સાથે કાઉન્સેલિંગના કાર્ય માટે વિદ્યાર્થીઓની જરૂર છે. સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા, કમિશ્નર ,આરોગ્ય વિભાગના ઓર્ડરથી 16 વિદ્યાર્થીઓએ આ કાર્યમાં પોતાની ચિંતા કર્યા વિના તાલીમ મેળવીને સેવાના કાર્યમાં ઝંપલાવ્યું. આ તમામ વિદ્યાર્થીઓને  સેવાકાર્ય માટે અભિનંદન.

Author