
સમાજકાર્ય વિભાગ દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇનનો પ્રોજેકટ ચાલી રહ્યો છે, તે અંતર્ગત વર્ષ દરમ્યાન અનેક તાલીમોનું આયોજન થાય છે. જે બાળકો બાળગૃહમાં રહે છે તેઓના વર્તન અંગેના ,કિશોરાવસ્થાને કારણે કેટલાક ગંભીર પ્રશ્નો હોય છે. તે અંગે બાલગૃહના કાર્યકરોની જીવન કૌશલ્ય વિકાસની તાલીમ થઈ અને ત્યાર પછી બાલગૃહમાં બાળકોના જીવનકૌશલ્ય વિકાસ તથા કિશોરાવસ્થાના પ્રશ્નો વિષે પ્રવૃત્તિ દ્વારા સમજ આપવામાં આવી ,જેમાં બાળકોએ ખૂબ રસપૂર્વક ભાગ લીધો, બાળકોના પ્રશ્નોને સમજવામાં કાર્યકરો માટે પણ આ તાલીમ ખૂબ ઉપયોગી બની.